Posts

Showing posts from September, 2017

વાડી રે માયલો લીલો લીલો ગાંજો

Image
વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો, ગાંજે કર્યા છે ઘેલા તુર વારી જાંઉ. વાડી રે માંયલો... જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે, કોઈં પીવે ને હોશીયાર વારી જાંઉ. વાડી રે માંયલો... ઢોલ નગારા ને રૂડી નોબતું રેં વાગે, બંસરી વાગે ઘેલી તુર વારી જાંઉ. વાડી રે માંયલો... મેંના બોલે પછી પોપટ બોલે બોલે, વન માં બોલે જીણા મોર વારી જાંઉ. વાડી રે માંયલો... નીત નીત ગુણલાં તેરાં ગાવે મથુરાં, પ્યાલો પીધો ભરપુર વારી જાંઉ. વાડી રે માંયલો...

પાઘડી વાળા

Image
હે હે પાઘડી વાળા ભલેને પાઘડી જીવ્યા એમના આ ઘડી અમર નામ હૈ પાઘડી વાળા હે હે પાઘ ભગવીની આખા હિન્દનો દીવો એનું નામ વિવેકાનંદ પાઘ ભગવીની હે હે પાઘ મરાઠી એનું નામ શિવાજી હિન્દનો રક્ષણહાર મરજીવા હે હે પાઘ મરાઠી શિવા ના હોત સુનત કોન સબકી શિવા ના હોત સુનત હોત સબકી હે હે પાઘ પંજાબી એનું નામ ભગતસિંઘ એના થી ધોડિયા બહુ ગભરાય પાઘ પંજાબી હે હે પાઘ મેવાડી મારા રાજ રાણાની એની ચારણે રાખી લાજ મરજીવા હે હે પાઘ ગુજરાતી જેને બ્રહ્મને હરાવ્યા એનું નામ જલારામ